Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલની રોયલપાર્ક સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ અને સોનાની ચેઈન ચોરાઈ

  • September 21, 2021 

ઉચ્છલની રોયલપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાંથી રોકડ રકમ અને સોનાની ચેઈન ચોરાઈ હોવાની ફરિયાદ મકાન માલિકે ઉચ્છલ પોલીસ મથકે નોંધાવી છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર મૂળ કચ્છ-ભુજ જિલ્લો ભચાઉ તાલુકાના સામખીયારીના અને હાલ રહેતા ઉચ્છલની રોયલપાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ વીરજીભાઈ પ્રજાપતિ નાઓ મહારાષ્ટ્રના નવાપુર મેઈન રોડ સરદાર ચૌક ખાતે જીલ કલેક્શન નામની કાપડની દુકાન ચલાવી વેપાર કરે છે. ગત તા.18મી સપ્ટેમ્બર નારોજ અરવિંદભાઈ, તેમની પત્ની અને દીકરી ધ્યાનીબેન સાથે ઉપરના માળે ઊંઘવા માટે ગયેલો, જોકે રોજ માતા-પિતા નીચેના રૂમમાં ઊંઘતા પરંતુ તેઓ ગામ ગયેલ હોવાથી નીચેના રૂમમાં બહાર તાળું મારીને ઉપરના રૂમમાં ઊંઘવા જતા રહ્યા હતા.

 

 

 

 

બીજા દિવસે સવારના જોયું તો નીચેના રૂમના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરમાં મુકલે કબાટમાંથી બચતના આશરે 40 હજાર અને સોનાની એક તોલાની ચેઈન જેની કઈ.રૂ.25 હજાર મળી કુલ રૂપિયા 65 હજારની મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઇસમ ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે અરવિંદભાઈ પ્રજાપતિએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application