મુળ રાજસ્થાનનાં અને હાલ ઝઘડિયા તાલુકાનાં ગોકુલ નગર ખાતે ભાડાના મકાનમાં રહેતા યોગેશ સત્યનારાયણ શર્મા ઝઘડિયા જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં નોકરી કરે છે. જોકે તેઓ ગત તારીખ 19 મીના રોજ નોકરી પરથી દસ દિવસની રજા લઇને કોઇ કામ માટે વતન રાજસ્થાન ગયા હતા. તે દરમિયાન ગતરોજ તારીખ 25 મીએ તેમના મકાન માલિકનાં પુત્રએ ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા ઘરનું તાળું તુટેલું છે.
જોઈ આ સાંભળીને તેઓ ઝઘડિયા આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન વેર-વિખેર પડેલો જણાયો હતો જેથી ઘરમાં તપાસ કરતા બેગમાં કપડાની વચ્ચે રાખેલ સોના-ચાંદીનાં વિવિધ દાગીના ન હતા. આમ અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 3,000/- અને સોના-ચાંદીના ઘરેણા તેમજ અન્ય વસ્તુઓ મળીને કુલ રૂપિયા 7 લાખનાં મુદ્દામાલની ચોરી ગયા હોવાની ખાતરી થઇ હતી. ચોરીની આ ઘટના સંદર્ભે તેમણે ઝઘડિયા પોલીસમાં અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application