નવસારીના ચીખલી તાલુકાના ખાંભડા ગામે સામર ફળિયામાં ત્રણ જેટલા ઈસમોએ ભેગા મળી એક બીજાની મદદગારીમાં એક મહિલાને લાકડીના ફટકા મારી ખેતરના પાણીના કાદવમાં ધક્કોમારી પાડી નાંખી ધમકી આપ્યાની ફરિયાદ કરાતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, પ્રાપ્ત માહિતી અનુસાર દમયંતિબેન સંજયભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યા અનુસાર બળવંતભાઈ પટેલે તેમને લાકડીથી ડાબા પગ તેમજ જમણા પગમાં સપાટા મારી ખેતરના પાણીના કાદવમાં ધક્કો મારી પાડી નાંખી હતી જયારે જીગ્નેશભાઈ પટેલ અને નારણભાઈ પટેલે તો તમે બચી ગયા છો હવે પછી પાછા મળશે તો બંને જાનથી મારી નાંખીશું આ પ્રકારની ફરિયાદને આધારે પોલીસે બળવંતભાઈ નારણભાઈ પટેલ, નારણભાઈ સોમાભાઈ પટેલ અને જીગ્નેશભાઈ નારણભાઈ પટેલ (તમામ રહે.ખાંભાડા ગામ,સામર ફળિયા,તા.ચીખલી જિ.નવસારી) સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500