રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં એક જ દિવસમાં બે વ્યક્તિને હાર્ટ એટેક આવતા લોકોમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આજે વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવ્યા છે. સુરતમાં 35 વર્ષીય યુવક અને બીજી એક ઘટનામાં રત્નકલાકારનુ હાર્ટ એટેકથી મોત થયું છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર કામ કરતી વખતે અચાનક ધર્મવીરને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ સાથે કામ કરતા અન્ય કામદારો તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરની પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. 35 વર્ષીય ધર્મવીરનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
જ્યારે અન્ય એક ઘટનામાં સુરતના ઓલપાડ તાલુકાના જીણોદ ગામના વતનીની તબિયત લથડ્યા બાદ મોત થયું છે. જેમાં પ્રારંભિક માહિતી અનુસાર 42 વર્ષીય વિપુલભાઇનો જીવ પણ હૃદય રોગના હુમલામાં ગયો છે. વિપુલભાઇ રત્નકલાકાર તરીકે કામ કરતાં હતા. જ્યારે તેઓ અચાનક પોતાના ઘરમાં ઢળી પડ્યા ગચા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. યુવકની અચાનક તબિયત લથડ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જે પછી તેને ઓલપાડથી રાંદેર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, 40 વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500