Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનને વાંધાજનક ટિપ્પણી કરનાર કોંગ્રેસનાં નેતા સામે કેસ દાખલ

  • June 16, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદલ વાંધાજનક ટિપ્પણી કરનારા મહારાષ્ટ્ર કોંગ્રેસનાં નેતા શેખ હુસેન સામે નાગપુર પોલીસે કેસ દાખલ કર્યો છે. નાગપુર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ શેખ હુસૈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ સામે સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદીને નિશાન બનાવીને આક્રમક ટિપ્પણી કરી હતી.



કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ મોકલીને પૂછપરછ કરાતા દેશભરમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. પોલીસે શાંતિનો ભંગ કરવા ઇરાદાપૂર્વક અપમાન કરવા, વાંધાજનક ટિપ્પણી અને કૃત્ય કરવા બદલ શેખ સામે કેસ દાખલ કર્યો હતો. નાગપુર ભાજપે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application