સીબીઆઇએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ સાથે કુલ 1626.74 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ સીબીઆઇએ ચંડીગઢ સ્થિત ફાર્મા કંપની પરાબોલિક ડ્રગ્સ લિમિટેડના અિધકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રણવ ગુપ્ત ઉપરાંત ડાયરેક્ટરો વિનીત ગુપ્તા, દિપાલી ગુપ્તા, રામા ગુપ્તા, જગજિત સિંહ ચહલ, સંજીવ કુમાર, વંદના સિંગલા, ઇશરત ગિલ અને તેના ગેરંટર્સ ટી એન ગોયલ અને નિર્મલ બંસલ તથા જે ડી ગુપ્તા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી સીબીઆઇએ ચંડીગઢ, પંચકુલા, લુધિયાણા, ફરિદાબાદ અને દિલ્હી સિૃથત ઓફિસો અને રહેઠાણોમાં દરોડા પાડયા હતાં તેમ સીબીઆઇ પ્રવક્તા આર સી જોશીએ એક નિવેદનમાં જણાવ્યું છે. સીબીઆઇના અિધકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રાઇવેટ કંપની દવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલી હતી અને તેણે બેંકોના જૂથો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application