તારીખ 7 જૂનના રોજ વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈ ખાતે ડાંગ જિલ્લાના ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ‘કેરિયર ગાઈડન્સ'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના દોડીપાડા, ભવાડી, ચિકાર, આંબાપાડા, કોયલિપાડા, બોરપાડા, ગીરા, કોસીમપાતળ, અને ગોદડીયા ગામના કુલ 61 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો અજય પટેલ, ડો.જે.બી. ડોબરીયા, સેન્ટ સ્ટીફન કોલેજ-આણંદના શૈલેષ પરમાર, રોમન શેખ, વઘઈ સરકારી પોલિટેકનિક કોલેજના દિનેશ રાઉત, વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોજેક્ટ ઓફિસર પ્રસન્ના આર સહિત અન્ય વિભાગોમાંથી પધારેલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ધોરણ 10 અને 12 પછી કયા ફિલ્ડમાં જઈ શકાય, ડોક્ટર, નર્સિંગ તેમજ આઈ. ઠી. સેક્ટરમાં જવા માટેના કોર્સની પસંદગી તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ફી શિપ કાર્ડની યોજના અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા ‘કેરિયર ગાઈડન્સ' કાર્યક્રમની સાથે સાથે ‘વિશ્વ પર્યાવરણ દિવસ' અને કુપોષણને દૂર કરવા ‘ENOUGH' કેમ્પેઈન પણ યોજવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500