બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપલા ખાતે જિલ્લા રોજગાર કચેરી, નર્મદા અને વડોદરાના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા કોલેજના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. તા.૧૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ યોજાયેલ સેમિનારમાં પ્રિન્સિપાલશ્રી પ્રકાશભાઈ તથા કોલેજના પ્રધ્યાપક હાજર રહ્યા હતા.
આ સેમિનારમા જિલ્લા રોજગાર કચેરી, નર્મદાના કેરિયર કાઉન્સિલર સુશ્રી કૃષિકા વસાવાએ સેમિનારમાં કેરિયર ગાઇડન્સ અંગે ઉદાહરણ અને મોટીવેશનલ માર્ગદર્શન થકી કોલેજના વિદ્યાર્થીઓને કારકિર્દી બાબતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને UPSC, GPSC પરીક્ષાઓનું મહત્વ, વિદ્યાર્થીના જીવનમાં લક્ષ્યનું મહત્વ તથા કેરિયર કાઉન્સિલિંગ અંગે અગત્ય બાબતોની માહિતી આપી, તે અંગે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. તેની સાથોસાથ વડોદરા રોજગાર કચેરીના વિદેશ અભ્યાસના નિષ્ણાત શ્રીમાન નિશાંત જોશી એ સેમિનારમાં યુવાધનને પાસપોર્ટ, વિઝા અને વિદેશના અભ્યાસ અને રોજગારીની કેટલી અને કેવી રીતે તકો ઉપલબ્ધ છે. એ અંગે વિસ્તૃતપુર્વકની માહિતી આપી હતી. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025