માહિતી વિભાગ દ્વારા નર્મદા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન કોલેજ દેડીયાપાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી, નર્મદા અને વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોલેજ દેડીયાપાડાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જિલ્લા રોજગાર વિનિમય અઘિકારી એમ.એસ.પટેલ અને દેડિયાપાડા સરકારી વિનયન કોલેજનાં પ્રિન્સીપાલ અનીલાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા રોજગાર કચેરી, નર્મદાના કેરિયર કાઉન્સિલર સુશ્રી કૃષિકા વસાવાએ સેમિનારમાં કેરિયર ગાઇડન્સ અંગે વિડીયો ફિલ્મના પ્રદર્શન થકી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કારકિર્દી બાબતે કેરિયર કાઉન્સિલિંગ અંગે અગત્ય બાબતોની માહિતી આપી, તે અંગે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. તેની સાથોસાથ વડોદરા રોજગાર કચેરીના કાઉન્સલર અંજના પટેલે યુવાધનને પાસપોર્ટ, વિઝા અને વિદેશના અભ્યાસ અને રોજગારીની કેટલી અને કેવી રીતે તકો ઉપલબ્ધ છે. તેની વિસ્તૃત માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સેમિનારમાં કોલેજના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500