Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : કારનો કાચ તોડી લેપટોપ અને રોકડ રકમની ચોરી

  • June 04, 2024 

ગાંધીનગર શહેરમાં ભાટ પાસે હોટલમાં જમવા આવેલા યુવાન અને સેક્ટર 21માં કારના કાચ તોડીને લેપટોપ તેમજ 40 હજાર રોકડા રૂપિયાની ચોરી થવા પામી છે. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મણીનગર ખાતે આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા અને અમદાવાદની હોટલના ફાઇનાન્સ વિભાગમાં ફરજ બજાવતા ધવલ નરેન્દ્રભાઈ જોગ તેમના મિત્રો સાથે ભાટ પાસે આવેલી હોટલમાં જમવા માટે આવ્યા હતા.


જમીને તેઓ બહાર આવ્યા ત્યારે તેમની કારનો પાછળની બાજુના દરવાજાનો કાચ તૂટેલો હોવાનું જણાયું હતું અને અંદર તપાસ કરતા 50 હજારનું લેપટોપ ચોરાયું હતું. આસપાસના વિસ્તારમાં ચોરને શોધી રહ્યા હતા તે દરમિયાન માલુમ પડયું હતું કે બાજુમાં પાર્ક કરવામાં આવેલી અન્ય એક કારમાંથી પણ ચોરીની ઘટના બનવા પામી છે. સેક્ટર 21માં આવેલી પંચશીલ પાર્ક સોસાયટીમાં રહેતા યતીનભાઈ નગીનદાસ શાહ પરિવાર સાથે જમવા આવ્યા હતા તે દરમિયાન તેમની કારનો કાચ તોડીને પણ 40 હજાર રોકડા અને અગત્યના દસ્તાવેજો ચોરાઈ ગયા હતા. જોકે આ મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application