Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વનમાંથી લાકડાં ચોરી જનાર ઈસમોની ગાડી પકડાઈ

  • March 08, 2025 

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ, ચિંચિત્તાગાવઠા રેંજના ફોરેસ્ટકર્મીઓએ વન વિભાગ માંથી લાકડાં ચોરી જનાર ઈસમોની ગાડી તથા જંગલના લાકડાં ઝડપી લઈ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ તરફથી મળેલ વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિંચિનાગાવઠા રેંજ ફોરેસ્ટ ઓફિસર સહિત વિભાગના કર્મીઓને મળેલ બાતમી અનુસાર, તારીખ ૬ નારોજ અલગ અલગ ટીમ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી.


જેમાં ધોધલપાડા થઈને વાહન નિકળવાની બાતમી મળતા વઘઇ ખાતે વોચ રાખવામાં આવી હતી અને બાતમી વાળી સફેદ કલરની મહિન્દ્રા પીકઅપ વઘઈ ગામે પ્રવેશ થતાં સ્ટાફ દ્વારા ગાડીને ઉભી રાખતા વાહન ચાલક દ્વારા વાહન પુરઝડપે ગાડી ભગાડી લેતાં સરકારી વાહન દ્વારા ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. વાહન ચાલક દ્વારા ગાડી વઘઈ થઈને બારખાધિયા ચેકિંગ નાકાં તોડી હાંડકાઈચોંડ મહારાષ્ટ્ર રાજય તરફ ભાગી છુટયો હતો. પરતું સરકારી ગાડી વાહનનો પીછો કરી રહી હતી.


અંતે વન કર્મીઓની સુઝબુઝથી ગાડીનો પીછો કરી સાંજેના ૦૬:૩૦ કલાકના સમયે મહારાષ્ટ્ર રાજયના ઉંમરથાના ગામે બજારમાં ઉભી રાખી ડ્રાઈવર ભાગી છુટયો હતો. વન કર્મીઓ દ્વારા સ્થળ ઉપર ગાડીની તપાસ કરતા ગાડીમાં બીન પાસ પરમિટ વગરના સાગી નંગ-૦૬ ધનમીટર- ૧,૧૨૮ મળી આવેલ હતું. જેની માલ કિંમત રૂ.૧,૩૮,૧૮૦/- તથા ગાડીની અંદાજીત કિંમત રૂ.પાંચ લાખ મળી કુલ-૬,૩૮,૧૮૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application