બારડોલીથી વ્યારા જતા નેશનલ હાઇવે નંબર-53 પર ઉવા ગામની નહેર પાસે એક વાનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વાલોડ તાલુકાનાં ગોલણ ગામનાં રહેવાશી ધર્મેશભાઈ કોંકણી પોતાના કબ્જાની CNG મારુતિ વાન નંબર GJ/26/A/1063 લઈને બારડોલીથી ગોલણ ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે વાન પેટ્રોલ પરથી CNG કરવા જતા અચાનક આગ લાગી ગઈ હતી જોકે કારમાં સવાર બે જણા સમયસર નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી અને આ આગમાં કાર પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ બારડોલી ફાયરની ટીમને થતાં સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application