ગાંધીનગરનાં કલોલના છત્રાલ હાઇવે ઉપર એક આધેડ એકટીવા ઉપર તેમના સાઇડ ઉપર કામ કરતાં માણસને લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારના ચાલકે ટક્કર મારી હતી અકસ્માતમાં તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું ત્યારે એ અકસ્માતમાં તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા શખ્સને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત કરીને કાર મૂકી ફરાર થઈ ગયેલા તેના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના છત્રાલ હાઇવે ઉપરથી વિનુભાઈ રણછોડભાઈ પટેલ એકટીવા ઉપર પસાર થઈ રહ્યા હતા તેમના એકટીવા પાછળ તેમની સાઇડ ઉપર કામ કરતા વરસંદભાઈ સબુભાઈ બારૈયા પણ બેઠા હતા ત્યારે પૂરપાટ નીકળેલા ટાટા કંપનીની ટીયાગો કારના ચાલકે એકટીવાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં એકટીવા ચલાવી રહેલા વિનુભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું તેમ જ એકટીવા પાછળ બેઠેલા વરસંદભાઈ શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે પોલીસે કાર મૂકીને ફરાર થઈ ગયેલા તેના ચાલક સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application