ઉચ્છલનાં બેડકીનાકા ચેકપોસ્ટ ખાતેથી વગર પાસ પરમિટે દારૂનું વહન કરનાર કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ બેડકીનાકા ઉપર આવનાર ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુર તરફથી એક મારુતિ સુઝુકી કંપનીની ફોર વ્હીલ બ્રેજામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બેડકીનાકા ચેકપોસ્ટ ઉપર હાજર હતા.
તે દરમિયાન બાતમીવાળી કાર નંબર GJ/19/AF/9005 આવતા જોઈ પોલીસે લાકડીના ઇશારે કાર ચાલકને સાઈડમાં ઊભી રખાવી હતી ત્યારબાદ ચાલકને નીચે ઉતારી તેનું નામ પૂછતા કાર ચાલકે પોતાનું નામ, કિરીટભાઈ રમણભાઈ આહીર (રહે.કાની ગામ, તા.મહુવા, સુરત)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારની પાછળની ડીકીમાં અલગ-અલગ ખાખી કલરના પુંઠાના બોક્સમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની સ્કૂલ નંગ 71 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 42,360/- હતી. આમ, પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો, 1 નંગ મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 3,47,360/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500