Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કાર ચાલક પકડાયો, માંડવીના ચાર જણા વોન્ટેડ

  • June 03, 2023 

મનિષા એસ.સુર્યવંશી / વ્યારા : સોનગઢના સરજાંબલીના માર્ગ પરથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડી ઈંગ્લીશદારૂ સહિત કાર મળી કુલ રૂપિયા ૪ લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો.


મળતી માહિતી મુજબ તા.૦૨/૦૬/૨૦૨૩ નારોજ સોનગઢ તાલુકાના સરજાંબલીના માર્ગ પરથી સ્વીફ્ટ કાર નંબર જીજે/૦૫/જેએલ/૫૪૯૧ને ઝડપી પાડી તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ-૧૯૨૦ જેની કિંમત રૂપિયા ૯૬ હજારનો દારૂના જથ્થા સાથે કાર ચાલક મેહુલભાઈ જશવંતભાઈ ચૌધરી રહે.ભાતખાઈ પટેલ ફળિયું તા.માંડવી જી.સુરત નાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ઈંગ્લીશ દારૂ મંગાવનાર

પોલીસની વધુ તપાસમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર લક્કડકોટનો એક શખ્સ અને ઈંગ્લીશ દારૂ મંગાવનાર આશિષભાઈ રાજુભાઈ ચૌધરી રહે.સઠવાવ તા.માંડવી જી.સુરત તથા કિરીટભાઈ ચૌધરી રહે. માંડવી જી.સુરત તેમજ સુંદર ચૌધરી રહે. મોરીઠા તા.માંડવી જી.સુરત, પવનો ચૌધરી રહે.ડઢવાડા ચોકડી તા.માંડવી જી.સુરત નાઓએ દારુ મંગાવ્યો હોવાનું જાણવા મળતા તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અ બનાવમાં પોલીસમકર્મીની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂ સહિત કાર મળી કુલ રૂપિયા ૪,૦,૧૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application