રાજ્યમાં દારૂનાં હેરાફેરી માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે જેમાં કોઈ દારૂની હેરાફેરી ફાર્મના મરઘાના પિંજરા નીચે ચોરખાનું બનાવીને કરતા પકડાયો હતો. તો એક કાર ચાલકને લાઈટની અંદર ચોરખાનું બનાવી અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. નર્મદા એલ.સી.બી.ની ટીમે ડેડીયાપાડા તરફ નંદુરબાર વિસ્તાર મહારાષ્ટ્રથી ગુજરાત તરફ દારૂની હેરાફેરી કરનાર એક ગાડીને પકડી હતી. ત્યારે આ ગાડી સેન્ટ્રો કાર હતી સેન્ટરો કારને ચેક કરવામાં આવી તો સેન્ટરો કારની અંદર ક્યાંય કશું જ દેખાતું નથી એક દારૂની બોટલ પણ મળતી નથી.
પરંતુ આ દારૂની હેરાફેરી કરનારા એ જે કાળ છે તેની પાછળના ભાગે જે લાઈટ આવે છે તે લાઈટોની અંદર એક ચોર ખાનું બનાવ્યું હતું અને તેમાં દારૂની બોટલો સંતાડી હતી જે ઝડપી પાડી હતી જેમાંથી ૬૧,૭૨૦/- રૂપિયાનો દારૂ પકડી પાડયો હતો. બનાવ અંગે સાગબારાના પી.આઈ. સહિતની ટીમે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારે બીજા બનાવમાં તો પોલીસ પણ ચોકી ઉઠી હતી કે કોઈને ખબર જ ના પડે એવી જગ્યાએ આ દારૂની હેરાફેરી કરનારાએ દારૂ સંતાડયો હતો જેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી હતી.
ત્યારે આ પહેલા થોડા દિવસ પહેલાં નર્મદાની એલ.સી.બી. ટીમે આવી જ એક દારૂની હેરાફેરી કરનારને મહિન્દ્રા પિકઅપ પકડી હતી. સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા આ મહિન્દ્રા પીકઅપને કંકાલ બસ સ્ટેન્ડ પાસે પકડી હતી. આ વાહન પોલટ્રી ફાર્મના મરઘાને લઈ જાય છે ત્યારે આ વાહનની અંદર પાછળના ભાગે મોટું પિંજરું બનાવવામાં આવેલું હતું અને એની અંદર મરઘા મુકવામાં આવેલા હતા ત્યારે તેમાં પણ ચેકિંગ કરતા ખબર ના પડે કે દારૂ કયા સંતાડેલો છે પરંતુ પોલીસને જાણકારી મળતા પોલીસે સમગ્ર ગાડી ચેક કરી ત્યારે આખું મરઘા મૂકવાનું જે જાળીવાળુ સ્ટેન્ડ હતું. તેને ખસેડવામાં આવ્યું તો નીચે એક મોટું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને એની અંદર અંગ્રેજી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી જે અંદાજિત કુલ ૫.૬૬ લાખનો દારૂ અને મુદ્દામાલનો દારૂ પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500