વલસાડના પારડી નેશનલ હાઈવે નંબર ૪૮ પર ચાર રસ્તા ઓવર બ્રિજ ઉપરથી એક ઓડી કાર નંબર જીજે/૦૫/આરએસ/૨૭૫૮નો ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારીને સુરત તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે આ કારના ચાલકે પારડી ચાર રસ્તાના હાઈવેના બ્રિજના ઉતરતા છેડે કાબુ ગુમાવ્યો હતો અને કાર બાજુમાં ચાલતા એક ટ્રક જેવા વાહન સાથે અથડાયા બાદ હાઇવે ઉપર ગોળ ફરી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પરંતુ આ મોંઘીદાટ કારની એરબેગ ખુલી જતા તેમાં સવાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. કારનો ચાલક સુરત મોટા વરાછા ખાતે રહેતો રોહિતકુમાર વી ઘેરીયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application