ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યા માટે ત્રણ વર્ષ અગાઉ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની પરીક્ષા પૂર્ણ થયાબાદ પાસ થયેલા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. તે અંગે કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા રોષે ભરાયેલા ઉમેદવારોએ કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. રાજ્ય સરકારમાં સિનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યા માટે ત્રણ વર્ષ અગાઉ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પ્રક્રિયા શરૂ કરાયા બાદ ઉમેદવારોની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેમાં પાસ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે કામગીરી શરૂ કરવી જોઇએ તે અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નહી આવતા છેલ્લા છ માસથી ઉમેદવારો ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા છે. એક તરફ તંત્ર દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી નથી અને અન્ય પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે સત્વરે કામગીરી પૂર્ણ કરાય તેની માંગ સાથે ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ હલ્લાબોલ મચાવ્યો હતો અને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે, કે મંડળ દ્વારા સત્વરે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરવામાં આવે અને ભરતી પ્રક્રિયા વિલંબમાં પડી છે તેને પૂર્ણ કરવાની માંગ પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application