આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચુંટણીઓ યોજાનાર છે. જે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી યોજાય તે માટે ચુંટણીને અનુલક્ષીને તા.08/02/2021 થી તા.13/02/2021 સુધીમાં ઉમેદવારીપત્રો ભરવા માટે આવતા ઉમેદવારો તથા તેમના સમર્થકો તથા તેમના વાહનો લાવવા પર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકયો છે.
જે મુજબ ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો ભરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઇ શકશે નહિં. તેમજ સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળી કુલ-૫(પાંચ) વ્યક્તિઓથી વધુ સંબંધિત અધિકારીની કચેરીમાં જઇ શકશે નહિં. આ જાહેરનામાનો હુકમ તા.03/03/2021 સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application