બળજબરીથી કપડા ઉતારવા અને સગીરાને સુવડાવવી પણ દુષ્કર્મ સમાન છે એવી સ્પષ્ટતા કલકત્તા હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. આ મામલામાં સગીરાની સાથે કોઇ દુષ્કર્મ ના થયું હોય તો પણ તેને અપરાધ જ માનવામાં આવશે તેમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. કોર્ટે એક વ્યક્તિને આ કેસમાં દોષી ઠેરવી હતી. બંગાળનાં દક્ષિણ દિનાજપુરના બાલુરઘાટ જિલ્લા કોર્ટે રવિ રાય નામના એક વ્યક્તિને એક સગીરાનું યૌન શોષણ કરવાના આરોપો હેઠળ દોષી ઠેરવ્યો હતો. જેને બાદમાં કલકત્તા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જોકે કલકત્તા હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો અને વ્યક્તિની સામે કાર્યવાહીને જારી રાખવા કહ્યું હતું. એવો આરોપ છે કે, રવિએ મે, 2007નાં રોજ સાંજે સાડા છ વાગ્યે એક ગરીબ સગીરાને આઇસ્ક્રીમની લાલચ આપી હતી. અને તેને ઘરેની પાસે સુનસાન વિસ્તારમાં લઇ ગયો હતો. બાદમાં સગીરાના આંતરવસ્ત્રો ખોલવા માટે કહ્યું હતું. જોકે સગીરા આ માટે તૈયાર નહોતી થઇ.
ત્યારબાદ તેણે ખુદ જ તેના વસ્ત્રોને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન સગીરા બુમો પાડવા લાગી હતી અને લોકો ત્યાં આવી ગયા હતા તેથી આ આરોપીનો ભાંડો ફુટયો હતો. કલકત્તા હાઇકોર્ટે કહ્યું હતું કે આંતરવસ્ત્રો ઉતારવા પણ દુષ્કર્મ જ માનવામાં આવે છે અને આરોપીને યોગ્ય ઠેરવ્યા હતા જેથી રવિને બાદમાં કોર્ટે છ મહિનાની સજા આપી હતી તેને પણ હાઇકોર્ટે યોગ્ય ઠેરવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500