Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CTETનું રિઝલ્ટ જાહેર થયું, વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ctet.nic.in પર જઈને ચેક કરી શકે છે

  • September 25, 2023 

CBSEએ (CTET Result 2023) CTETનું રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ ctet.nic.in પર જઈને પરિણામ ચેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે, 29 લાખ વિદ્યાર્થીઓએ CTETમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષામાં તેના 80 ટકા વિદ્યાર્થીઓ એટલે કે, પેપર-1માં 15 લાખ અને પેપર 2માં 14 લાખ વિદ્યાર્થીઓ સામેલ છે. તારીખ 16 સપ્ટેમ્બરનાં રોજ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. CTET ઓગસ્ટ 2023ની માર્કશીટ અને ઉમેદવારોની યોગ્યતા પ્રમાણપત્ર પણ જલ્દી ડિઝિલોકર પર અપલોડ કરી દેવામાં આવશે.



ઉમેદવારો CTET 2023નાં પોતાના ઓનલાઈન અરજીપત્રમાં તેમના આપવામાં આવેલા મોબાઈલ નંબર દ્વારા ડાઉનલોડ કરી શકશે. CTCTનું સર્ટિફિકેટ હવે લાઈફ ટાઈમ માન્ય રહેશે. ગયા વર્ષે CTETમાં 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પેપર-1માં 17,04,282 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા. જેમાથી 14,22,959 પરીક્ષા આપવા બેઠા હતા. તેમાથી 5,79,844 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે પેપર-2માં 15,39,464 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા જેમાથી 12,,76,071 પરીક્ષામાં બેઠા હતા અને તેમાથી 3,76,025 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 


CTETનું Result જોવા માટે આ સ્ટેપ અનુસરો...

  • CTETની અધિકૃત વેબસાઈટ ctet.nic.in પર જઈ ક્લિક કરો,
  • હોમપેજ પર રહેલ CTET ઓગસ્ટ રિઝલ્ટ 2023 પર જઈ ક્લિક કરો,
  • પછી CTET પરિણામ ડાઉનલોડ કરવા માટે તમારો રોલ નંબર નાખો,
  • CTETનું પરિણામ સ્ક્રીન પર આવી જશે અને
  • રિઝલ્ટ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ લઈ લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News