ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં મોટી જીતનો દાવો કર્યો છે. આ વખતે ભાજપે મોટો લક્ષ્યાંક રાખ્યો હતો ત્યારે મતદાન જ બન્ને તબક્કામાં ઓછું જોવા મળ્યું છે.
ત્યારે મીડીયા સમક્ષ પાટીલે કહ્યું કે,જંગી બહુમતી સાથે ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે. કાર્યકરોએ દિવસ રાત મહેનત કરી છે. શાંતિપૂર્ણ રીતે માહોલમાં મતદાનની પ્રક્રીયા પૂર્ણ થઈ છે. ત્યારેટ ભાજપ સાથે જોડાયેલા અને મહત્વનું યોગદાન આપેલું તેવા કાર્યકર્તાઓએ જે મળેવલી જવાબદારી સંભાળી અને કોંગ્રેસ તરફથી નેગેટીવ વલણ લોકોનું હતુ અને વધુ મતદાન થાય તેવો પ્રયત્ન કર્યો અને વધુ મતદાન લોકોએ ભાજપ તરફી મતદાન કર્યું છે તેમ દાવો કરતા કહ્યું જેથી હું તેમનો આભાર માનું છું. મને વિશ્વાસ છે કે, મતગણતરી શરુ થશે તેમાં અમારી અપેક્ષા છે કે, આ વખતે રેકોર્ડ બ્રેક સીટો જીતીશું અમને ત્રણ રેકોર્ડ જે નક્કી કર્યા છે તે દિશામાં સફળતા મળશે તેમ સીઆર પાટીલે કહ્યું હતું.
સીઆર પાટીલે મીડિયા સમક્ષ વધુમાં કહ્યું હતું કે, ફાઈનલ આંકડો આવવાની વાર છે પરંતુ અમને વિશ્વાસ છે ગુજરાતના મતદાતાઓએ જે મતદાન કર્યું છે જેમાં ભાજપને વધુ સીટો મળશે તે મને વિશ્વાસ છે. ગયા વખતે 2017માં પર્સેન્ટેજ વધુ હતા પરંતુ કુલ મતદાતાઓ વધતા પર્સેન્ટેજ ઘટ્યા છે. મતદાન એ પહેલા તબક્કામાં 10 લાખ વધુ હતુ. બીજા તબક્કામાં પણ તેના આંકડાઓ સામે આવશે જેમાં વધુ મતદાન મળશે.
પેજ કમિટીના કાર્યકર્તાઓએ મતદાન કરાવ્યું. જેમાં ભાજપના ઉમેદવારનો કેટલો હિસ્સો મળ્યો છે તે ચોક્કસથી મોટો હશે. જો અન્ય પાર્ટીઓ પણ મતદાન મથકો સુધી તેમના કાર્યકર્તાઓને લઈ ગયા હોત તો વધુ આંકડો જોવા મળ્યો હતો. અન્ય પાર્ટીઓ આ નથી કરી શકી કેમ કે,તેમના તરફે તિરસ્કારની ભાવના હતી. તેમ પાટીલે કહ્યું હતું.કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી મામલે કહ્યું કે, આવા સ્ટંટના કારણે કોઈ ફાયદો થતો નથી. સામેની પાર્ટીના ઉમેદવારને કોઈ ફાયદો થતો નથી. શહેરી વિસ્તારોમાં મતદાતાઓને લઈને કહ્યું કે, કાર્યકર્તાઓની સક્રીયતા હતી તેના કારણે અહીં પહોંચી શક્યા છીએ. તેમ સીઆર પાટીલે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500