સુરત સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી વૃદ્ધો સાથે યુવાનો અને બાળકોમાં પણ પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક કિસ્સામાં પ્રાથમિક શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એટેક આવતા હોવાનું બહાર આવી રહ્યાં છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓને બચાવવા માટે CPRની ટ્રેનીંગ આપવાનું આજ થી શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં બે મંત્રી સહિત ધારાસભ્ય તાલીમમાં હાજર રહ્યા હતા.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પોણા બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓને શાળા દરમિયાન હાર્ટ એટેક આવે તો તેને કઈ રીતે બચાવી શકાય તે માટેની CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન)ની તાલિમ શરૂ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલના શિક્ષકોને સ્મીમેર હોસ્પિટલ ખાતે તબક્કાવાર ઝોન પ્રમાણે બોલાવીને તાલીમ શરૂ કરવામાં આવી છે. જયારે ૨૪૦૦ શિક્ષકોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે તાલીમ આપ્યા બાદ આગામી તારીખ 17 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં બીજા શિક્ષકોને તાલીમ અપાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application