Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, સચિવોને તૂટતા રોડનો કાયમી ઉકેલ લાવવા સીએમનો આદેશ

  • December 15, 2022 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વિભાગના સચિવોની એક બેઠક બોલાવી હતી, જેમાં તેમણે માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસના અધિકારીઓને છાશવારે તૂટતા રોડ અને પડતા ખાડા- ગાબડાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની તાકીદ કરી હતી.


સૂત્રો મુજબ, મુખ્યમંત્રીએ સચિવોને કહ્યું હતું કે,રોડ બનાવવામાં વપરાતા ડામર જેવા મટીરિયલને બદલવાની જરૂરિયાત હોય તો તે બદલો. ટૂંકમાં ડામરની ગુણવત્તા નબળી લાગતી હોય તો તેને પણ બદલો પણ રોડ પર ખાડાવી પડવા ન જોઇએ.મુખ્યમંત્રીએ સચિવોને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કરાયેલી જાહેરાતોના અમલ પણ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.


 ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો 100 ટકા અમલ કરીને ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું મકાન મળે તેવો સંકલ્પ રજૂ કરાયો હતો. શિક્ષણમાં મિશન સ્કૂલ ઓફ એકસલન્સ મારફત આગામી 5 વર્ષમાં 20 હજાર શાળાઓને રૂ. 10 હજાર કરોડના ખર્ચે અપગ્રેડ કરવાનો વાયદો કરાયો છે. મા કાર્ડ લાભાર્થીઓને વિનામૂલ્યે રૂ.10 લાખ સુધીની સારવાર આપવાનું પણ ભાજપે વચન આપ્યું હતું. ખેડૂત અકસ્માત યોજના હેઠળ ખેડૂતોના વીમાની રકમ વધારીને રૂ. ૩ લાખ કરવાનું પણ વચન આપવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News