સીઆડી ક્રાઈમના સીઆઈ સેલ અને ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા સાથે મળીને રાજ્યની 25 જેટલી આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. આ દરોડામાં15 કરોડ રૂપિયા રોકડા તથા સોનુ કબજે કરવામાં આવ્યું છે. ગાંધીનગર સીઆડી ક્રાઈમની ટીમે રાજ્યભરની 25 જેટલી આંગડિયા પેઢી પર ઈન્ત્મટેક્સની ટીમો સાથે દરોડા પાડ્યા હતા. આ આંગડિયા પેઢીમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા.
તે સિવાય મનીલોન્ડરિંગ અને હવાલાની શંકાને આધારે આ દરોડા પડાયા હોવાની ચર્ચા છે. આ દરોડામાં સઆઈડી ક્રાઈમના 40 પોલીસો દજોડાયા હતા. આ કામગીરી જામનગર, રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને અમદાવાદમાં હાથ ધરાઈ હતી. અન્ય શહેરોમાં પણ કાર્યવાહી થી હોવાનું કહેવાય છે. સુરત અને અમાદવાદમાંથી અંદાજે 15 કરોડથી વધુની રકમ કબજે કરાઈ છે. આ નાણાકીય વ્યવહારો બેનામી હોવાનું કહેવાય છે.
જેની તપાસ ચાલી રહી છે. અગાઉ સીઆઈડી ક્રાઈમમાં આંગડિયાપેઢીનો ડુપ્લિકેટએકાઉન્ટ્સનો ગુનો નોંધ્યો હતો. જેમાં બેનામી નાણાંકીયલેવડદેવડનીચેઈન ધ્યાનમાં આવી હતી. સીઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ચૈતન્ય મંડલીકના માર્ગદર્શનમાં ચાલી રહેલી તપાસમાં રાજ્યની 25 આંગડિયા પેઢીના નામ ખુલ્યા હતા. આ ગેરકાયદે વ્યવહાર હવાલા મારફતે દુબઈ જેવા દેશોમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500