Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવતીકાલની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં દરેક ખંડમાં CCTV કેમેરા ગોઠવાયા : ઉમેદવાર પાન કાર્ડ, ઓળખકાર્ડ અને કોલ લેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઇ શકશે નહીં

  • April 08, 2023 

આવતીકાલે જુનિયર ક્લાર્કની ભરતી અંગેની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાને લઈને GPSSBનાં ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ગોઠવાયા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ કરાયા છે. ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. ઉમેદવારો 11.45 પહેલા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે તૈયારી કરશે. ઉમેદવારોની વીડિયોગ્રાફી થશે. તમામ અધિકારીઓ, કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ થઇ ગઇ છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોડ નજર રાખશે. રાજ્યભરમાં 9 લાખ જેટલા ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપવાના છે.






હસમુખ પટેલે જણાવ્યું છે કે, પરીક્ષા કેન્દ્રનાં પરિસર અને લોબીમાં CCTV કેમેરા હશે. પોલીસ બોડીઓન કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તહેનાત રહેશે. સેવાભાવી લોકો અને સ્વેછિક સંસ્થાઓએ પણ ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે. પોલીસ વિભાગ અને એસટી વિભાગે પણ સંપૂર્ણ તૈયારી કરી છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે બોડી ઓન કેમેરાથી રેકોર્ડિંગ થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 કાયદો આ પરીક્ષામાં લાગુ થશે.






આ પરીક્ષામાં પોલીસ અને જિલ્લાનું સમગ્ર પ્રસાશન સક્રિય રહેશે. ATSએ જે 30 પરીક્ષાર્થીઓની અટકાયત કરી છે તેમને પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો પરીક્ષા આપી શકે છે. પરીક્ષા માટેના મોટાભાગની હોલ ટિકિટ ડાઉનલોર્ડ થઈ ગઈ છે. સમયની બહાર ઉમેદવાર પહોંચશે તેને વર્ગખંડ કે પરીક્ષા કેન્દ્રમાં દાખલ થવા દેવા આવશે નહીં. ઉમેદવાર પાન કાર્ડ, ઓળખકાર્ડ અને કોલ લેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઇ શકશે નહીં. ઉમેદવારોના બુટ અને ચપ્પલ વર્ગખંડ બહાર કાઢવી દેવામાં આવશે.






રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્ર પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTVનાં માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.






પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતી સામગ્રી ગાંધીનગર પહોંચી ગઈ છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ડીડીઓ પણ હાજર રહ્યાં છે. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લા એસ.પી. સહિત ડી.વાય.એસ.પી. પણ હાજર રહ્યાં છે. સમગ્ર સાધન સામગ્રીને કંટ્રોલ રૂમ ખાતે રાખવામાં આવી છે. કંટ્રોલ રૂમ ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. પેપર પ્રિંટીંગ પ્રેસથી પેપર છપાઈને સીધા બંધ કવરમાં ટ્રકના માધ્યમથી કન્ટ્રોલ રૂમ પહોંચી ગયાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application