Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CBIએ દરોડામાં 38 કરોડ રૂપિયા કર્યા જપ્ત, WAPCOS લિમિટેડના પૂર્વ CMD અને પુત્ર બંનેની ધરપકડ

  • May 03, 2023 

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ગઈકાલે જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર કુમાર ગુપ્તાના ઘરમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ ગુપ્તાના 19 સ્થળોએથી અત્યાર સુધીમાં 38 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. આ સાથે જ મોટી માત્રામાં ઘરેણાં અને ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પછી, CBIએ WAPCOS લિમિટેડના પૂર્વ સીએમડી રાજેન્દ્ર કુમાર ગુપ્તા અને તેમના પુત્ર ગૌરવ સિંગલ બંનેની ધરપકડ કરી છે.


CBI દ્વારા ગુપ્તા સામે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં બેનામી સંપત્તિ એકત્ર કરવા બદલ તાજેતરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગુપ્તાના પરિસરમાંથી મોટી માત્રામાં ઘરેણાં, કિંમતી ચીજવસ્તુઓ અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુપ્તા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ FIR નોંધ્યા બાદ સીબીઆઈએ તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. જ્યાં પ્રોપર્ટી અને અન્ય કીમતી ચીજવસ્તુઓને લગતા દસ્તાવેજો ઉપરાંત મોટી માત્રામાં રોકડ મળી આવી છે.



CBIનો આરોપ છે કે, આરોપીએ 1 એપ્રિલ, 2011 થી 31 માર્ચ, 2019 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન તેમની આવકના જાણીતા સ્ત્રોતોથી બેનામી સંપત્તિ મેળવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, નિવૃત્તિ બાદ આરોપીએ દિલ્હી સ્થિત એક ખાનગી કંપનીના નામે કન્સલ્ટન્સી બિઝનેસ શરૂ કર્યો હતો. આરોપીઓની કથિત સ્થાવર મિલકતોમાં દિલ્હી, ગુરુગ્રામ, પંચકુલા, સોનીપત અને ચંદીગઢ સ્થિત ફ્લેટ, કોમર્શિયલ પ્રોપર્ટી અને ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application