Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CBIએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે ફિલ્મનું સર્ટિફિકેટ આપવા બદલ લાંચ લેવાના મામલે કેસ નોંધ્યો, તમિલ એક્ટર વિશાલે CBIને કરી હતી ફરિયાદ

  • October 05, 2023 

CBIએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે ફિલ્મનું સર્ટિફિકેટ આપવા બદલ લાંચ લેવાના મામલે કેસ નોંધ્યો છે. તમિલ એક્ટર વિશાલે CBIને ફરિયાદ કરી હતી કે, તેના પાસેથી ફિલ્મના સર્ટિફિકેટ માટે સેપ્ટેમ્બર 2023માં 7 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ મામલે હવે CBIએ CBFC વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વિશાલે કહ્યું હતું કે, તેણે ફિલ્મ સર્ટિફિકેટનાં બદલે બોર્ડને 6 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપવા બાદ જ તેને ફિલ્મનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. CBIએ આ મામલે કેસ નોંધી મુંબઈ સહિત ઘણી જગ્યાએ દરોડા પડ્યા હતા અને કેટલાંક ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા હતા. CBIએ 4 લોકો સામે કેસ નોંધ્યો છે જેમાં 3 ખાનગી વ્યક્તિઓ અને 1 CBFCનો અધિકારી સામેલ છે.



વિશાલે સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરી CBFC બોર્ડના લાંચ માંગવા અંગે ચોંકાવનારો ખોલાસો કર્યો હતો. જેમાં તેણે મુંબઈના ઓફિસરો પર લાંચ લેવાના આરોપો લગાવ્યા હતા. તમિલ એક્ટર વિશાલે પોતાની પોસ્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ટેગ પણ કર્યા હતા. વિશાલના આ આરોપોના એક દિવસ બાદ CBFCએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઓનલાઈન સર્ટિફિકેશન સિસ્ટમ અને નવી સિસ્ટમમાં સુધારા માટે નિયમિત અપડેટ બાદ પણ ફિલ્મ પ્રોડ્યુસર્સ અને અરજદારો મધ્યસ્થીઓ અથવા એજન્ટો દ્વારા અરજી કરવાનો રસ્તો પસંદ કરે છે. જેના કારણે સર્ટિફિકેશન પ્રોસેસમાં થર્ડ પાર્ટીની ભાગેદારી સમાપ્ત કરવાનો ઉદ્દેશ્ય સફળ થતો નથી. એક્ટર વિશાલના આરોપો બાદ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર એસોસિએશને CBIને પત્ર લખી આ મામલે તપાસની માંગ કરી હતી. IFTDAના અધ્યક્ષ અશોક પંડિતે કહ્યું હતું કે, વિશાલે જે બે લોકો પર આરોપ લગાવ્યા છે તે બંને લોકો CBFC સાથે જોડાયેલા નથી. પરંતુ આરોપો ગંભીર છે જેથી આ મામલે CBI તપાસ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application