દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ દિલ્લીના ઉપમુખ્યપ્રધાન મનીષ સીસોદીયા પર રેડ કરી હતી. અંદાજે 9 કલાકથી વધુ ચાલેલી આ તાપસ બાદ હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ 15 લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને આ 15 લોકોમાં મનીષ સીસોદીયાનું નામ પણ સામેલ છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયા પર ગુનાહિત ષડયંત્ર અને ખાતામાં હેરાફેરીનો પણ આરોપ છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે સવારે દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22ના સંબંધમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ તેમના નિવાસસ્થાન ઉપરાંત મનીષ સિસોદિયાની સત્તાવાર કારની પણ તલાશી લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application