તાજેતરમાં જ ચોક્કસ બાતમીના આધારે સીબીઆઇ દ્વારા દિલ્હી ખાતેથી જયપુરના એક શખ્સને સિંહના નખના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંહ અને દીપડાના પણ નખ જયપુરના શખ્શ પાસેથી મળી આવ્યા છે આ શખ્સ ઘણા સમયથી સિંહોના નખનું સ્મગલિંગ કરતો હોવાનો પણ પર્દાફાસ થયો છે.
આ સમગ્ર વાતને સમર્થન આપી ગાંધીનગર સ્થિત વનવિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે દિલ્હીથી સીબીઆઇ સિહોના નખના જથ્થા સાથે જયપુરના શખ્સને પકડી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે સીબીઆઇ દ્વારા ગુજરાત વનવિભાગના ઉચ્ચઅધિકારીને સમગ્ર ઘટનાથી વાકેફ કરી અને શું ગુજરાતમાં સિંહોના નખનું સ્મગલિંગ થઈ રહ્યું છે તેવા સવાલો પણ કર્યા હતા પરંતુ વનવિભાગના ઉચ્ચઅધિકારીઓએ આ સમગ્ર મામલો ઝૂ પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો ગીરમાં વિચરતા સિંહોના નહીં બલ્કે ઝૂના સિહોના નખ કાઢી લીધા હોય તેવી વાત મૂકાતા સીબીઆઈ દ્વારા ઝૂમાં રાખવામાં આવેલ સિંહ સહિતના વન્યપ્રાણીઓના વિવિધ અવયવોનો નાશ કરવા માટેની ભારત સરકારની નક્કી કરેલી ગાઈડલાઈન પણ માંગવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application