અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000/- ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે માસિક રૂ. 1.5 લાખના અનુચિત લાભની માગણી કરી હતી.
CBIએ છટકું ગોઠવીને ફરિયાદી પાસેથી રૂ. 75,000/- લાંચની માગણી અને સ્વીકારતા સુપરિન્ટેન્ડેન્ટને રંગે હાથે ઝડપી લીધા હતા. ટ્રેપની કાર્યવાહી દરમિયાન, મદદનીશ કમિશનર, CGST, અંકલેશ્વરની ભૂમિકા કથિત રીતે અનુચિત લાભની માગણી અને સ્વીકારમાં મળી આવી હતી. તેને પણ ઝડપી લેવાયો હતો.બંને આરોપીઓના ઘરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉપરી અધિકારીના પરિસરમાંથી રૂ.1.97 લાખ (અંદાજે) વસૂલ કરવામાં આવ્યા હતા.પકડાયેલા બંને આરોપીઓને સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14.11.2022 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500