Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CBIએ રૂપિયા 280 કરોડનાં બેન્ક ફ્રોડ કેસમાં મુંબઈનાં અગ્રણી બિલ્ડર હરિશ મહેતાની ધરપકડ કરી

  • June 06, 2023 

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ ૨૮૦ કરોડ રૂપિયાનાં બેન્ક ફ્રોડ કેસમાં મુંબઈના અગ્રણી બિલ્ડર હરિશ મહેતાની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતાનુસાર થાણેની એક અદાલત તેમની જામીન અરજી પર સુનાવણી કરવાની હતી. હાલ તેઓ અદાલતી કસ્ટડીમાં છે. તારીખ ૨૪ મેના કોર્ટે CBIને મહેતાની કસ્ટડી આપવાનો ઈન્કાર કર્યો હતો. CBIની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ) એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબી)આઈની ફરિયાદને આધારે ૨૦૧૬માં બેન્ક ફ્રોડનો એક કેસ નોધ્યો હતો.


૨૦૧૮માં CBIએ રાજપૂત રિટેલ્સના પ્રમોટરો વિજય ગુપ્તા અને અજય ગુપ્તા, એસ.બી.આઈ.નાં અધિકારી કદમ અને અન્ય બે વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. લગભગ પાંચ વર્ષ પહેલા CBIએ રૂબી મિલ્સના એમડી ભરત શાહની પણ ધરપકડ કરી હતી. એ કે ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા. CBIએ તેની તપાસ શરૃ રાખી હતી અને આ મામલે મહેતા અને તેમની કંપનીઓની ભૂમિકાનો ખુલાસો થયો હતો.


CBIનાં આરોપ  અનુસાર મહેતા, ભરત શાહ, વિજય ગુપ્તા અને અજય ગુપ્તાની મિલીભગતને લીધે એસબીઆઈને ૨૮૦ કરોડનું નુકસાન થયું હતું. મહેતાને આમાંથી ૫૦ કરોડ રૂપિયા મળ્યા હોવાનો આરોપ છે. જોકે મહેતાએ આ રકમ કથિત રૂપે રૂબી મિલ્ક પાસેથી લોન રૂપે લીધા હતા. જેને ઉપયોગ તેમને અંગત કામ માટે કર્યો અને આ રકમનું લોન સ્વરૃપે અન્ય કંપનીમાં રોકાણ કર્યું હતું.


એવો આરોપ કરવામાં આવ્યો છે કે, રાજપૂત રિટેલ્સના ગુપ્તા બંધુઓએ બનાવટી દસ્તાવેજોની મદદથી કથિત રીતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરએરએલ અને તેના ડાયરેક્ટરોએ અજ્ઞાત સરકારી કર્મચારીઓની મદદથી ષડયંત્ર રચ્યું અને બેન્ક પાસેથી ત્રણવાર લોન મેળવી હતી. આરોપીઓએ કથિત રીતે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બેન્ક સાથે ૨૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application