Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેપારીના નામે બેન્કમાં ખાતુ ખોલાવી રૂ.૨૯.૪૦ લાખનું ટ્રાન્જેકશન કરાયું

  • July 20, 2021 

પુણગામ કલાપુલ વિસ્તારમાં રહેતા અને વરાછામાં સાડી પર લેસ પટ્ટીનું જોબવર્કનું કામ કરતા યુવકને પર્સલન લોન અપાવાને બહાને ડોક્યુમેન્ટ મેળવી તેનો દુરપયોગ કરી બેન્કમાં ખાતુ ખોલાવી બારોબાર રૂપિયા ૨૯.૪૦ લાખનું ટ્રાન્જેકશન કરી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

 

 

 

 

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ કલાપુલ લક્ષ્મીનગર સોસાયટી વિનાયક પેલેસમાં રહેતા મૂળ ગીર સોમનાથના ગઢડાના વતની આશિષ મગનભાઈ પોરિયા છેલ્લા સાતેક વર્ષથી વરાછા ગીતાનગર ખાતે સાડી પર લેસ પટી લગાવનાં જોબવર્કનું કામ કરે છે. આશિષભાઈને સાતેક મહિના પહેલા પૈસાની જરૂર પડતા તેણે મહેશ ગોહિલને વાત કરતા ઉત્રાણમાં જે.કે.કન્સલ્ટન્સીના નામે ઓફિસ ધરાવતા રોહિત ભીલનો સંપર્ક નંબર આપ્યો હતો જેથી આશિષે તેને ફોન કરી ઓફિસમાં મળવા ગયો હતો. અને પર્સનલ લોન લેવાની વાત કરી હતી. જેતે સમયે રોહિતે તમારો સિબિલ સ્કોર ખરાબ છે ઍટલે લોન નહી થાય પરંતુ કંઈક સેટીંગ કરી તમારી લોન એપ્રુવ કરાવી આપીશ કહી આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક સ્ટેટમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ લીધા હતા. ત્યારબાદ  જાન્યુઆરીમાં ઍક્સીસ બેન્કના સાહેબો તમારા ખાતા પર આવશે અને જેમ કહે તેમ કરજો ઍટલે તમારી લોન થઈ જશે.

 

 

 

 

આઠેક દિવસ પછી બેન્કમાથી વિશાલ ચમન કાકડીયા સહિત બે જણા ખાતા પર આવી અલગ અલગ કાગળો ઉપર સાતેક સહીઓ કરાવી, અંગુઠાના નિસાન લઈ ચાલ્યા ગયા હતા. થોડા દિવસ પછી  બેન્કની ચેકબુક ઘરે આવી હતી. આ અંગે આશિષે રોહિતને જાણ કરતા તમારી લોન થઈ જશે કહી ચેકબુક લઈ ગયો હતો. જોકે દોઢ મહિના બાદ પણ લોન નહી થતા રોહિતને ફોન કરતા સેટીંગ થઈ ગયું છે થોડા દિવસમાં લોન પાસ જઈ જશે હોવાનો ગોળગોળ જવાબ આપ્યો હતો,

 

 

 

 

આશિષને શંકા જતા ચેક કેન્શલ કરાવા તથા સ્ટેટમેન્ટ  કઢાવવા ૧૨ એપ્રિલ ના રોજ પુણા આઈમાતા રોડ ખાતે આવેલ ઍક્સીસ બેન્કમા ગયા હતા તપાસ કરતા તેમના ખાતામાંથી રૂપિયા ૨૯,૪૦,૮૬૦ના વ્યવહાર થયા હોવાનુ બહાર આવતા ચોકી ઉઠ્યા હતા. તમામ વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવેલ ચેકમાં તેમની ખોટી સહી કરાઈ હતી. ચોકી ઉઠેલા આશિષે તાકિદ તેના મિત્ર મહેશને ફોન કરી જાણ કરતા મહેશે રોહિત ભીલને ફોન કરતા તેણે ખાતુ  લોન માટે મારા તેના મિત્ર અને ફેડરેલ બેન્ક વરાછામાં નોકરી કરતા શશીકાંત તિવારી મારફતે ઍક્સીસ બેન્કના ઉતરાણ શાખામા નોકરી કરતા વિશાલ કાક઼ડીયા મારફતે ખાતુ ખોલાવી ઍટીઍમ તથા ૧૦ ચેક શસીકાંત તિવારીના કહેવાથી વિશાલ કાકડીયાઍ સંજય માલવીયાને આપ્યા હતા અને ઍકાઉન્ટ યુઝ કરવા સંજય પાસેથી રૂપિયા ૮ હજાર લીધા હતા અને તમામ વ્યવહાર સંજય માલવીયા કરતો હોવાનું જણાવ્યું હતું. આ રીતે ટોળકીઍ આશિષભાઈના ખાતામાંથી જાન્યુઆરી ૨૦૨૧થી ૧૮ એપ્રિલ સુધીમાં ચેકમાં ખોટી સહી કરી ખાતમાંથી ઍનઈઍફટી અને આરટીજીઍસથી વ્યવહારો કર્યા હતા. બનાવ અંગે પોલીસે આશિષની ફરિયાદ લઈ રોહિત ભીલ, વિશાલ કાકડીયા અને સંજય માલવિયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application