ગાંધીનગરનાં ખોરજમાં આવેલા સેન્ટોસા ગ્રીન બંગલોમા તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની બારીમાંથી પ્રવેશ કરીને સોનાના દાગીના અને રોકડ રકમ મળી 1.45 લાખ રૂપિયાની ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખોરજની સેન્ટોસાગ્રીન વસાહતમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બંગલા નંબર 24માં કોન્ટ્રાક્ટરનું કામ કરતા અમૃતભાઈ સોમાભાઈ સથવારા પરિવાર સાથે રહે છે. ગત શનિવારની રાત્રીના સમયે તે અને તેમની પત્ની ઉપરના માળે સુઈ રહ્યા હતા અને તેમનો પુત્ર મોડે સુધી ટીવી જોતો હતો.
ત્યારબાદ તે પણ ઉપરના માળે તેના રૃમમાં સુવા માટે ગયો હતો. આ દરમિયાન અમૃતભાઈ સવારે નીચે આવ્યા હતા તે દરમિયાન જોયું તો ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતો અને રસોડાની બારી તેમજ દરવાજો પણ ખુલ્લો હતો ત્યારબાદ ઘરમાં તિજોરીમાં તપાસ કરતા ડ્રોવર ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના મળી 1.45 લાખ રૂપિયાની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી તસ્કરો ત્રાટક્યા હવાનું માલુમ પડયું હતું. ચોરી અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application