દેશમાં આગામી તહેવારોની સીઝન દરમિયાન માંગમાં વધારો જોવા મળતા ઘરની કિંમતમાં પણ તેજી જોવા મળશે. હાઉસિંગ ડોટ કોમ અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના (NREDC) સરવે અનુસાર 50 ટકા ખરીદદારો આગામી સમયમાં ઘરની કિંમતમાં વધારો થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. સરવે અનુસાર 47 ટકા ઉત્તરદાતાઓએ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી હતી જ્યારે 21 ટકાએ સ્ટોક માર્કેટમાં તેમજ 16 ટકા રોકાણકારોએ એફડી અને 15 ટકાએ સોનામાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.
હાઉસિંગ ડોટ કોમ અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા રેસિડેન્શિયલ રિયલ્ટી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સરવે H2 2022 સરવેમાં 1,000 ગ્રાહકોને આવરી લેવાયા હતા. સરવે મારફતે ગ્રાહકોના સેન્ટિમેન્ટનું આકલન કરવામાં આવ્યું હતું.સરવેમાં 48% ઉત્તરદાતાઓના મતે આગામી મહિનામાં ઘરની કિંમતમાં વધારો થશે જ્યારે પહેલા જ ઘરની માલિકી ધરાવતા હોય તેવા 58% ખરીદદારોએ રેડી ટૂ મૂવ પ્રોપર્ટીમાં રૂચિ દર્શાવી હતી.
આ અંગે વાત કરતા હાઉસિંગ ડોટ કોમ, પ્રોપટાઇગર તેમજ મકાન ડોટ કોમના ગ્રૂપ સીઇઓ ધ્રૂવ અગ્રવાલે જણાવ્યું હતું કે,કોવિડ-19ની મહામારીની બીજી લહેર બાદ દેશના રેસિડેન્શિયલ માર્કેટમાં માંગમાં ફરી રિકવરીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ધિરાણની ઉચ્ચ કિંમત, ઇનપુટ ખર્ચમાં વૃદ્વિ તેમજ મજબૂત માંગને કારણે ઘરની કિંમતમાં તેજીનો માહોલ છે.અનેક રિયલ એસ્ટેટ ડેવલપર્સે વધતા ઇનપુટ ખર્ચને પહોંચી વળવા તેમજ પ્રોફિટ માર્જીન સુધારવા માટે ફ્લેટ્સની કિંમતમાં વધારો કર્યો છે. મજબૂત ગ્રાહક સેન્ટિમેન્ટ તેમજ તહેવારોની સીઝન દરમિયાન પણ માંગમાં વધારો થવાને કારણે આગામી ક્વાર્ટર દરમિયાન હાઉસિંગ ક્ષેત્રે મજબૂત માંગનું ચિત્ર જોવા મળશે. ઘર ખરીદનારા ગ્રાહકો આગામી મહિનામાં દેશના અર્થતંત્રને લઇને વધુ આશાવાદ ધરાવે છે. 73 ટકા ઉત્તરદાતાઓને મતે આગામી મહિનાઓ દરમિયાન અર્થતંત્રમાં તેજીનું મોમેન્ટમ નોંધાશે. વૈશ્વિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે પણ દેશના અર્થતંત્રનું સેન્ટિમેન્ટ વર્ષ 2020 કરતાં મજબૂત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500