સુરત શહેરના નાના વરાછામાં રહેતા અને ઓનલાઈન વ્યવસાય કરતા વેપારીએ મોટાવરાછામાં ચલાવતા દુકાનમાં મિત્રને ‘હુ દવા પીવ છું’ તેવું ફોનમાં કહીને આત્મહત્યા કરી લીધી હતી. મિત્રએ વાતને મજાકમાં લઈને થોડીવાર પછી ફોન કરતા ‘મે દવા પી લીધી છે’ તેવુ કહીને ફોન કાપી નાંખ્યો બાદમાં ફોન લાગ્યો ન હતો. વેપારીએ અગમ્ય કારણોસર આપઘાતનું પગલું ભરી લેતાં ઉત્રાણ પોલીસે કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી. ઓનલાઈનનો વ્યવસાય કરતા વેપારીએ મિત્રને ‘હુ ઝેરી દવા પીવ છું’ કહ્યુ અને મિત્રએ વાતને મજાકમાં લીધી થોડીવાર પછી મિત્રએ ફોન કરતા વેપારીએ ફોન ઉંચકીને ‘મે દવા પી લીધી છે’ તેવુ કહીને ફોન કાપી નાંખ્યો હતો.
બનાવની વિગત પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના કણકોટ ગામના વતની અને હાલ નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્યામચોક નજીક તુલશી શ્યામ સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષિય વિશાલ ધીરૂભાઇ હિરપરા મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક પાસેના એબીસી કોમ્પલેક્ષમાં ઓનલાઈન વ્યવસાયની દુકાન ચલાવીને માતા સાથે રહેતા હતા. આઠ મહિના પહેલા જ વિશાલ છૂટાછેડા થયા હતા. ગુરુવારે બપોરના સમયે વિશાલે તેના મિત્રને ‘હુ દવા પીવ છું’ તેવું ફોનમાં કહીને ઝેરી દવા પી લીધી હતી. મિત્રએ વાતને મજાકમાં લઈને થોડીવાર પછી વિશાલને ફોન કરતા તેણે ‘મે દવા પી લીધી છે’ તેવુ કહીને ફોન કાપી નાખ્યો હતો.
બાદમાં તેણે ફોન નહી ઉચકતા દુકાને જઈને જોતા પોતે દવા પીધેલી હાલતમાં પડયા હતા. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં મોત થયું હતું. પુત્રના મોતથી માતાની પગ પરથી જમીન સરકી ગઈને અને જાણે તેના પર આભ ફાટી પડયું હતું. બનાવને લઈને ઉત્રાણ પોલીસ દ્વારા કારણ જાણવા માટેની તપાસ આદરી છે. વેપારીએ કરેલી આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી હાલ તો પોલીસે મૃતક વેપારી સાથે સંકળાયેલા તેમના પરિવારજનો અને અન્ય વેપારીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500