રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકીઓ મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકીભર્યા કોલ માત્ર એક-બે વખત નહીં પરંતુ 3 વખત કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ડીબી માર્ગ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે.કહેવામાં આવી રહ્યું છે કે, ધમકી આપનાર વ્યક્તિએ 3 વખત ફોન કર્યો હતો. આ ફોન કોલ્સ રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિશનદાસ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યા છે. જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવી છે.
ગત વર્ષે અંબાણીના ઘરની બહાર મળી હતી
શંકાસ્પદ કાર આ પહેલા ગત વર્ષે ફેબ્રુઆરીમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી.શંકાસ્પદ કાર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર ATS સિવાય NIAએ પણ આ કેસમાં તપાસ કરી હતી.
આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. લાલ કિલ્લા પરથી દેશના ખૂણે ખૂણે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. યુવાનો, બાળકો અને વૃદ્ધો સૌ આઝાદીની ઉજવણીમાં આનંદ માણી રહ્યા છે. ગરીબ હોય કે અમીર બધા પોતપોતાની રીતે આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે.આ દરમિયાન અંબાણી પરિવારનો એક તસ્વીર પણ સામે આવ્યો છે, જે દેશના સૌથી ધનિક પરિવારોમાંનો એક છે.તસ્વીરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ તેમના કર્મચારીઓ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા જોવા મળે છે. દરેક વ્યક્તિ ગર્વથી ત્રિરંગો લહેરાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500