સાપુતારાનાં સરહદીય વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્રનાં ઠાણાપાડા ચેકપોસ્ટ ખાતે ગુજરાત રાજ્યની એસ.ટી.બસમાંથી મુસાફર ગુટખાનાં જથ્થા સાથે ઝડપાયો, રૂપિયા ૩૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ગત તારીખ ૧૭મી ઓક્ટોબરનાં સાંજનાં સુમારે ગુજરાત રાજ્યના રાજપીપળાથી નાસિક જતી એસટી બસ નંબર GJ-18-Z-9816 જે મુસાફરો ભરી નાસિક તરફ જતી હતી.
ત્યારે ચૂંટી આચારસંહિતાને ધ્યાને રાખી નાસિક-વણી- સાપુતારા હાઈવે પર થાનાપાડા ચેક પોઈન્ટ પર સુરગાણા પોલીસની ટીમ દ્વારા એસટી બસનું ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે એસટી બસમાં સવાર મુસાફર નિલેશ દત્તાત્રેય કોઠવડે (ઉ.વ.૩૨, રહે. ગણેશ નગર, કળવણ, તા.કળવણ મહારાષ્ટ્ર) પાસેથી થેલાઓમાં વિમલ પાન મસાલા, કરમચંદ, RMD, પાન મસાલા, ગુટખા વગેરેનો જથ્થો મળી આવ્યો હતો. જોકે મહારાષ્ટ્ર રાજ્યમાં તમાકુ ઉત્પાદનો, ગુટકા, પાન મસાલા વગેરે પર પ્રતિબંધ છે. ત્યારે સુરગાણા પોલીસે ગુટખાનો ૩૭,૪૭૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ નિલેશ દત્તાત્રેય કોઠાવડેની અટકાયત કરી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500