Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં બસને નડ્યો અકસ્માત : અકસ્માતમાં 10થી વધુ લોકોનાં મોત, અનેક લોકોની હાલત ગંભીર

  • November 29, 2024 

મહારાષ્ટ્રના ગોદિયાથી એક ભયંકર અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ દુઘર્ટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણાની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. મૃતકોની સંખ્યા પણ વધવાની આશંકા છે. મુખ્યમંત્રી તરફથી દુર્ઘટના પીડિતોને તાત્કાલિક ધોરણે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી.


મળતી માહિતી અનુસાર, એક બાઈકને બચાવવા જતાં બસ ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ભયંકર એક્સિડેન્ટ થયો હતો. જેમાં ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતમાં બસ પલ્ટી ખાઈ જતાં ઘણાં લોકો નીચે દટાઈ ગયા હતા. જેમના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. મહારાષ્ટ્ર માર્ગ પરિવહન નિગમ (MSRTC)ની આ બસ ભંડારાથી સાકોલી લખાની થઇને ગોંદિયા તરફ જઇ રહી હતી. જયારે આ બસનો નંબર MH/09/EM/1273 છે અને બસની સામે એક વળાંકવાળો રોડ આવ્યો ત્યારે બાઈકવાળો અચાનક જ તેની સામે આવી ગયો હતો જેથી બાઈક ચાલકને બચાવવા જતાં બસ ડ્રાઈવરે જ કાબૂ ગુમાવ્યો અને કટ મારી જેના લીધે બસ પલ્ટી ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application