ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામ પાસે બસ ડિવાઇડર સાથે અથડાતા ચાલકને ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાતી રહે છે દેશના સૌથી વ્યસ્ત એવા આ ધોરીમાર્ગ ઉપર આજરોજ સવારે વડોદરા તરફથી ભરૂચ બાજુ આવી રહેલ એસ.ટી. વિભાગની વોલ્વો બસને ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામ પાસે આવેલ મુનિસુવ્રતનાથ દિગંબર જૈન સમવસરણ તીર્થ સામે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બસ ડિવાઇડર સાથે ભટકાતાં ચાલકને ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસ ડીવાઈડર સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application