Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢઃ માંડલ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાઇ બસ : જુવો વિડીયો

  • November 12, 2021 

સોનગઢના માંડલ ટોલ નાકા પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આશરે 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. 

 

 

 


મળતી જાણકારી અનુસાર જાનૈયા ભરેલી બસને માંડલ ટોલનાકા પાસે અકસ્માત નડ્યો હતો. શ્રી સમર્થ નામની સુરત તરફ જતી ટ્રાવેલ્સ ટોલનાકા પાસે બેકાબૂ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 15 જેટલા મુસાફરોની ઇજા પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

 

 

 

 

અકસ્માતમાં ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે બસ પૂરઝડપે આવી રહી હતી અને ટોલનાકા પાસે આવેલા સાઇન બોર્ડ અને ડિવાઇર સાથે અથડાઇ હતી. બસના સાઈડનાં પતરાં પણ તૂટી જતાં બસમાં સવાર જાનૈયાઓને પણ ઈજા પહોંચી હતી. સુરતના મીઠીખાડી વિસ્તારમાંથી જાનૈયાઓને લઇને આ બસ મહારાષ્ટ્રના બુરહાનપુર ખાતે ગઈ હતી જાનૈયાઓને પરત લઈને આવતી વખતે આજરોજ સોનગઢના માંડલ ગામના ટોલનાકા પર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોટી જાન હાનિ ટળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application