તમિલનાડુથી સબરીમાલા તીર્થ યાત્રીઓને લઈ જઈ રહેલી એક બસ આજે પઠાનમથિટ્ટા જિલ્લામાં ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 62 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત એવા સમયે સર્જાયો જ્યારે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરથી દર્શન કરીને પરત ફરી હતી. તમિલનાડુનાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસને બપોરે 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો.
આ દરમિયાન નીલક્કલ નજીક ઈલાવંકલ પાસેથી પસાર થતી વખતે બસ રોડ પરથી ખીણમાં ખાબકી ગઈ હતી. પોલીસ દ્વારા મળેલી તેમાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 64 લોકો સવાર હતા. આ યાત્રાળુઓ તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લાના છે. પોલાસે જણાવ્યું કે, તેમાં 62 લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે પઠાનમઠિટ્ટા અને એરુમલીના અનેક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને સારી સારવાર અર્થે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application