મહારાષ્ટ્ર ડેપોની ચોપડા-સુરત બસનું સોનગઢના ચોરવાડ નજીક અચાનક ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો,બસ હાઇવેની વચ્ચે આવેલ ડીવાયડર ઉપર ચડી ગઈ હતી.જોકે આ બસ અકસ્માતના બનાવમાં કોઈને જાન હાની પહોંચી નથી.
સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે નંબર-૫૩ પર આવતું ચોરવાડ ગામના પાટિયા પાસે આજરોજ મહારાષ્ટ્ર ડેપોની બસ નંબર એમએચ/૧૪/બીટી/૩૯૦૭ (ચોપડા-સુરત) બસને અકસ્માત નડ્યો હતો.હાઇવે માર્ગ પર મુસાફરો ભરી સડસડાટ દોડતી મહારાષ્ટ્ર ડેપોની ચોપડા-સુરત બસનું ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર અચાનક ફાટ્યું હતું.જેના કારણ બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ બસ હાઇવેની વચ્ચે આવેલ ડીવાયડર ઉપર ચડી ગઈ હતી.ચાલુ બસે અચાનક ટાયર ફાટતાં બસમાં રહેલા મુસાફરોમાં બુમાબુમ મચી ગઈ હતી.જોકે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ટોલ કર્મીઓની મદદથી દુર્ઘટનાગ્રસ્ત બસને ક્રેનની મદદથી સાઈડ પર ખસેડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application