ઝારખંડના ગિરિડીહમાં શનિવારે રાત્રે એક બસ પુલ પરથી નદીમાં પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને 24 લોકો ઘાયલ થયાં હતાં. આ અકસ્માત ગિરિડીહ ડુમરી રોડ પર લગભગ 8.40 વાગ્યે થયો હતો. રાંચીથી ગિરિડીહ જતી વખતે બસ બરાકર નદીમાં પડી હતી.
મળતી માહિતી અનુસાર બસમાં 30 મુસાફરો સવાર હતા. આ અકસ્માત આગળ જઈ રહેલી બસને ઓવરટેક કરતી વખતે થયો હતો, ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડીને નીચે પડી હતી. મૃત્યુ પામનારાઓમાં કૃષિ વિભાગના એકાઉન્ટન્ટ, ગિરિડીહના કોન્ટ્રાક્ટર અને બસ કંડક્ટરનો સમાવેશ થાય છે.તમામ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાલ સુધી આ ઘટનાની વધુ વિગતો મળી નથી. બચાવ કામગીરી ચાલુ છે. ગિરિડીહના પોલીસ અધિક્ષક દીપક શર્માએ જણાવ્યું હતું કે તેઓ ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.દરમિયાન ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. હેમંત સોરેને ટ્વીટ કર્યું હતું કે, “દુઃખદ સમાચાર મળ્યા કે રાંચીથી ગિરિડીહ જઈ રહેલી બસને ઝારખંડના ગિરિડીહ ખાતે બરાકર નદીમાં અકસ્માત નડ્યો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે…”
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500