Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલવાવ ગામે વાહન અડફેટે આવતાં બુલેટ ચાલકને ઈજા પહોંચી

  • February 20, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ચીખલવાવ ગામની સીમમાંથી પસાર થતા વ્યારાથી માંડવી તરફ જતાં રોડ ઉપર અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા બુલેટ ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, વ્યારાના સાદણવાણ ગામના દુકાન ફળિયામાં રહેતા કિરીટભાઈ અરવિંદભાઈ ગામીત (ઉ.વ.૪૧)નાઓ ગત તારીખ ૧૬-૦૨-૨૦૫ નારોજ સાંજના સમયે ઈન્દુ ગામે જય અંબે હાઈસ્કુલમાં એનવેલ ફકન્સ્નમાં પોતાની રોયલ ઈનફિલ્ડ બુલેટ નંબર જીજે-૦૬-એમઆર-૪૦૬૭ને લઈ નીકળ્યા હતા. તે સમયે ચીખલવાવ ગામની સીમમાંથી પસાર થતા વ્યારાથી માંડવી તરફ જતાં રોડ ઉપર આવતાં કોઈ અજાણ્યા ફોર વ્હીલ વાહનના ચાલકે બુલેટ ચાલક કિરીટભાઈને આગળના ભાગેથી ટક્કર મારી રોડ ઉપર પાડી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માત કિરીટભાઈને જમણા પગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે રૂઝલકુમાર કિરીટભાઈ ગામીત નાએ તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application