Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુલડોઝર માત્ર રસ્તો નથી બનાવતો હવે આંતકવાદીઓની છાતીમાં ફરે છે - યોગી આદિત્યનાથ

  • December 04, 2022 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સભાને સંબોધન કરતા જણાવ્યું કે,ખૂબ વિશાળ સંખ્યામાં જનતા જનાર્દન ઉપસ્થિત છે તે બદલ આભાર,બીજા ચરણનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે પહેલા ચરણના મતદાનમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ બેઠકો જીતી રહી છે. ડબલ એન્જિનની સરકારના કારણે રાજયમાં બુલેટ ટ્રેનની ગતીથી વિકાસ થાય છે. ગુજરાત રાજય દેશનું રોલ મોડલ રહ્યુ છે. દેશ પર જ્યારે જયારે કોઇ આફત આવી ત્યારે ગુજરાતે દેશને મદદ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઉત્તર પ્રદેશના મથુરામાં જન્મેલા કૃષ્ણ ભગવાન ગુજરાતની દ્રારકા નગરીમાં વસ્યા છે.




ઉત્તર પ્રદેશની ધરતીમાં ભગવાનશ્રી સ્વામિનારાયણજી પણ ગુજરાતની ઘરતીમાં આવી વસ્યા છે. આજે દેશ જેમના નેતૃત્વમાં વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારઘારા સાથે આગળ વધી રહ્યો છે તે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી છે. દેશમાં કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારના કારણે દેશના લોકોમાં અંસતોષ ના વધ્યો જેના કારણે ગુજરાત અને દેશની જનતાએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીને દેશની સત્તા સોંપી અને આજે ભ્રષ્ટાચાર બંધ થયા,આજે દેશ દુનિયાની પાંચમી આર્થિક વ્યવસ્થા બન્યું છે.




યોગીજીએ વધુમાં જણાવ્યું કે,આપણા દેશને જી-20ના સંમેલનનું નેતૃત્વ કરવાની તક મળી છે.આજે વૈશ્વીકમંચ પર ભારતની પ્રતિષ્ઠા વઘી છે. 20 વર્ષ પહેલા કોંગ્રેસમાં કરફ્યુ લાગતો,વાર તહેવારે હુલ્લડ થતા આજે ભાજપની સરકારમાં શાંતી અને ભાઇચારાથી વિકાસની ગતીમાં આગળ વધી રહ્યુ છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીજીની સરકારે ગરીબોને પાકા ઘર મળે તે માટે પ્રધાનનમંત્રી આવાસ યોજના,શૌચાલયનુ નિર્માણ કરાવવું,ગરીબોને પાંચ લાખ સુધી આયુષ્યમાન કાર્ડ થકી ફ્રીમાં સરાવાર,ગરીબ પરિવારને ફ્રીમાં રાશન સહિત અનેક યોજનાઓ ના લાભ આપ્યા છે.




કોરોના જેવી મહામારીમાં દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો વ્યકત કરી દેશને એક નહી બે રસી ઉપલ્બધ કરાવી ફ્રીમાં ડોઝ આપ્યા. અયોધ્યામાં 500 વર્ષ સુધી રામ મંદિર માટે કામ નોહતું થતું તે કાર્ય દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી કામ શરૂ કારવ્યું. નરેન્દ્રભાઇ મોદીજીએ દેશના આસ્થાના કેન્દ્રોને વિકસીત કર્યા છે. બુલડોઝર માત્ર રસ્તો નથી બનાવતો હવે આંતકવીદની છાતીમાં ફરે છે. કોંગ્રેસ આસ્થાના કેન્દ્ર વિકસીત કરી શકત તેમ સવાલ કોર્યો.



શું કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી શકત? જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાનું કામ કોંગ્રેસ કરી શકત ? તેમ સવાલ કર્યો. કોંગ્રેસ કે આપ દેશવાસીઓને ન તો સન્માન આપી શકે, ન તો રોજગાર આપી શકે,ન ગરીબોના દુખ સાથે દુખી થઇ શકે તો તેમને મત કેમ આપવો. ઉત્તર પ્રદેશમાં વિઘાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ પાર્ટીનો સફાયો થયો હતો. 430 બેઠકમાંથી કોંગ્રેસ પાસે ફકત 2 સીટ અને આપ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી. મહાત્મા ગાંઘીએ પણ દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસના વિસર્જન અંગે સપનું જોય હતું તે સપનાને સાકાર ગુજરાતથી કરવાનું છે. આ ચૂંટણીમાં જંગી મતો થી ભાજપના ઉમેદવારને જીતાડી મોદી હાથ વધુ મજબૂત કરજો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application