Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિલ્ડર નિશિષ શાહ હત્યા પ્રકરણ : વિજય પટેલની આગોતરા જામીન અરજી પણ હાઇકોર્ટે નામંજૂર કરી

  • September 24, 2021 

વ્યારા નગરમાં બિલ્ડર નિશિષ શાહની હત્યાના પ્રકરણમાં સંડોવાયેલ વોન્ટેડ વિજય પટેલએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરતા આગોતરા જામીન અરજી પણ કરી હતી. તે પણ હાઇકોર્ટે નામંજુર કરી છે.

 

 

 

 

 

વોન્ટેડ વિજય પટેલએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરતા આગોતરા જામીન અરજી પણ કરી હતી. તે પણ તા.21મી સપ્ટેમ્બરે હાઇકોર્ટે નામંજુર કરી 

વ્યારા ટાઉનમા ગત  14 મે ના રોજ  રાત્રી દરમિયાન 4  યુવકો એ બિલ્ડર નિશીષ શાહની હત્યા કરી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપીની અટક કરી તપાસ ના અંતે વિજય મનસુખ પટેલને મુખ્ય  સુત્રધાર તરીકે નોંધ્યો હતો. બીજી તરફ વિજય મનસુખ પટેલ રહે. કાનપુરા તા.વ્યારા તે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય તેના વિરુધ્ધમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર દ્વારા ઝીણવટ ભરી પોલીસ ટિમ પાસે તપાસ હાથ ધરાવી  સીઆરપીસી કલમ 70  મુજબ કાયમી ધરપકડનું વોરંટ ચીફ જ્યુડી.મેજી. વ્યારા કોર્ટમાંથી પોલિસ દ્વારા મેળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી વિરુધ્ધ સીઆરપીસી 82  મુજબ કાર્યવાહી થતા વ્યારા કોર્ટએ વિજય પટેલ વિરૂધ્ધ ફરારી જાહેરનામુ બહાર પાડી દિન 30માં હાજર થવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ, છતા વિજય પટેલ ચીફ જ્યુડી મેજી. વ્યારા કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. વોન્ટેડ વિજય પટેલએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરતા આગોતરા જામીન અરજી પણ કરી હતી. તે પણ તા.21મી સપ્ટેમ્બરે હાઇકોર્ટે નામંજુર કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News