Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી નગર ખાતે આવેલી ‘બુહારી મિશ્રા પ્રાથમિક શાળા’માં 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

  • February 03, 2023 

તાપી જિલ્લાનાં બુહારી નગર ખાતે આવેલી બુહારી મિશ્રા પ્રાથમિક શાળામાં આજે 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમનાં પ્રમુખ મહેમાન 170 મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ પણ એમની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું શાળાના શિક્ષક શિક્ષિકાઓ દ્વારા ફૂલનો બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું અને શાળાનાં બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું. શાળાના પ્રાથમિક આચાર્ય દિપ્તીબહેન પટેલે શતાબ્દી મહોત્સવ વિશે માહિતી આપી હતી તેમજ ઈતિહાસ વિશે માહિતી આપી શાળાનો પરિચય આપ્યો હતો. શાળાનાં કાર્યક્રમમાં આવેલ મહેમાનો તેમજ શાળાના આમંત્રણને માન આપી કાર્યક્રમમાં હાજર રહેલ ભુતપૂર્વ વિધાર્થીયો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.





આ શુભ પ્રસંગે આવેલા મહેમાનોએ પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપીને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો હતો સાથે જ શાળાના બાળકોને ભવ્ય શતાબ્દી કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને ઉપસ્થિત રહી શાળાની સુંદરતામાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમ, જોવા માટે બુહારી નગર તેમજ આજુબાજુના ગામોના લોકો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ મોડી રાત સુધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, સાથે તેમની પરિસ્થિતિ મુજબ આર્થિક મદદ પણ કરવામાં આવી હતી. નગરજનો દ્વારા આ મહોત્સવમાં શાળા તરફથી કાર્યક્રમ જોવા આવેલ લોકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application