વાલોડના વેડછી ગામે જમીન બાબતે અદાવત રાખી ભાઇએ પોતાની સગી બહેનની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે,જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાલોડના વેડછી ગામના નદી ફળીયામાં રહેતા પાર્વતીબેન બલ્લુભાઈ રાઠોડ તથા દિનેશભાઈ ભાણાભાઈ રાઠોડ સગા ભાઈ-બહેન હોય, બંને ભાઈ બહેનના એકબીજા સાથે તેઓના પિતાજીની જમીન તથા ઘરની વારસાઈ બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હોય,
જેની અદાવત રાખી દિનેશભાઈ ભાણાભાઈ રાઠોડએ આજરોજ પાર્વતીબેન કપડાં ધોવા નદી ફળિયાના સ્મશાન પાસે આવેલ હેડપંપ પર ગયેલ હોય ત્યારે પાછળથી આવી પાર્વતીબેન ના ગળામાં નાયલોનની દોરી વડે ટૂપો આપી હેડપંપથી સ્મશાન તથા નદીના કિનારા સુધી બહેનને ઘસડી લઈ જઈ હત્યા કરી નાંખી હતી.
એટલું જ નહી પુરાવાનો નાશ કરવા માટે લાશને વાલ્મીકિ નદીના પાણીમાં નાખી દેવામાં આવી હતી. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા સ્થળ પર પહોચી જયેશભાઈ બલ્લુભાઈ રાઠોડની ફરિયાદના આધારે આરોપી દિનેશ રાઠોડ વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨,૨૦૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application