બ્રિટનનાં વડાપ્રધાન ઋષિ શુનક દેશનાં વિદ્યાર્થીઓને ગણિતમાં સક્ષમ બનવા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ માને છે કે અઢાર વર્ષ સુધી ગણિત ભણવું અનિવાર્ય છે જેથી બ્રિટન દુનિયાની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલિ સાથે ટક્કર લઈ શકે. ધી ઇન્ડીપેન્ડન્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન શુનક પોતાના જનતા-જોગ કરાનારા પ્રવચનમાં કહેશે કે, આગામી સમયમાં વિશ્લેષણાત્મક કૌશલ્ય અનિવાર્ય બનશે તેથી વિદ્યાર્થીઓએ તેનો સામનો કરવા અત્યારથી જ તૈયારીઓ કરવી પડશે. તેવું પણ કહેવાય છે કે, શુનક તે પણ જણાવશે કે અન્ય કેટલાયે દેશોથી વિરૂદ્ધ બ્રિટનમાં આશરે 16 થી 19 વર્ષ વચ્ચેનાં પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ ગણિતનો વષય છોડી દે છે માટે વધુ સારું ભવિષ્ય બનાવવા ગણિત અનિવાર્ય બની રહેશે.
આ સંદર્ભે તેઓએ ભારતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ભારતમાં ગણિતના વિષય ઉપર ખાસ જોર આપવામાં આવ છે ત્યાં બાળકો પહેલા વર્ગથી 10મા વર્ગ સુધી અનિવાર્ય રીતે ગણિત ભણે છે એવું પણ જાણવા મળ્યું છે કે, ભારતના વિદ્યાર્થીઓ અન્ય કેટલાયે દેશોના વિદ્યાર્થીઓ કરતા ગણિતમાં વધુ સારા હોય છે. આથી હવે મૂળ ભારતીય વંશના બ્રિટનનાં વડાપ્રધાન ઋષિ શુનક ભારતીય શિક્ષક પ્રણાલિ બ્રિટનમાં અપનાવવા આતુર બન્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500